ગર્ભાશયનું કેન્સર મટી શકે છે.
આપણા દેશમાં ગર્ભાશયના કેન્સરના દર્દીઓ સૌથી વધારે જોવા મળે છે. દર વર્ષે એક લાખ નવા દર્દીઓમાં કેન્સરનું નિદાન થાય છે.
(ટાટા મેમોરીયલ હોસ્પીટલ, મુંબઈ) જો કે સ્તન કેન્સરના દર્દીઓમાં પણ છેલ્લા દશ વર્ષમાં વધારો થયો છે. જેના કારણોમાં આપણી આધુનિક જીવન શૈલી પણ હોઇ શકે છે.
ગભાર્શયનું કેન્સર મટી શકે છે, જો તેનું સમયસર નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો. ગભાર્શયના કેન્સરનું નિદાન પેપ સ્મીયર ટેસ્ટ દ્રારા થાય છે.
પેપ સ્મીયર શું છે ?
ગર્ભાશયના મુખ (Cervix) અને મોઢા (Oral Cavity) ના કેન્સરનું નિદાન પેપ સ્મીયર ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ તપાસમાં ગર્ભાશયના મુખના ભાગ પર ચાંદુ પડેલ હોય ત્યાં Disposable Kits થી Cells (કોષીકાઓ) લેવામાં આવે છે અને આ કોષીકાઓ સ્લાઇડ ઉપર
લઇ સાયટોલોજી લેબમાં મોકલવામાં આવે છે. જ્યાં કોષમાં થયેલા ફેરફારને ઘ્યાનમાં લઇ કેન્સર, કેન્સર થતા પૂર્વના ચિન્હો (Low grade Cancer), ઇન્ફેકશન (ચેપ)
તેમજ મેનોપોઝ અને પેરીમેનોપોઝની અવસ્થાનું નિદાન થઇ શકે છે. આ તપાસમાં બેભાન કરવાની કે વાઢકાપ કરવાની જરૂર નથી. માત્ર ૧૦ મીનીટના સમયમાં આપ
આ તપાસ કરાવી શકો છો. અનુભવી નિષ્ણાંત સાયટોલોજીસ્ટ કે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટર આ તપાસ માટે સેમ્પલ લઇ શકે છે.